_*ताजेतरमा गुजरात राज्य संगीतनाट्य अकादमी तथा यूनिवर्सल मेहड़ु अल्लायशना प्रयासथी त्रण मध्यकालीन चारण कवियो लागीदासजी मेहड़ु, व्रजमालजी मेहड़ु तथा कानदासजी मेहड़ु ना द्वि शताब्दी- त्री शताब्दी महोत्सव उजवणी अनुक्रमे हळवद धांग्धरा ठाकोर साहेब, जामनगर ठाकोर साहेब, राजकोट ठाकोर साहेब तथा गायकवाड़ सरकार तथा साणंद ठाकोर साहेबनी उपस्थितिमा मेहड़ु कुळनी कावी प्रतिभाओं तथा दैवत्वने बे शब्दोथी नवाजवानु सदभाग्य प्राप्त थयु।*_
*मेहड़ु सुजस- पच्चीसी-दुहा*
રંગ કચારી રાજરી,અવઙભઙ નર અટ્ટ,
જાઙો ચારણ જગ્ગવટ્ટ,વઙ વધારણ વટ્ટ ..1
જ્યાં નામે વઙ જગરા,સામંતા રુ સુભટ્ટ,
નામે નહ નરસિંહરા, જાઙો ચારણ જટ્ટ. ...2
ગોરા હાકમ ગરજતાં,રાખણ નિર્ગણ રટ્ટ,
દરિયાપીર દાખે દયા,કહાનદાસ વઙ કઠ્ઠ, ....3
નાંગળ લોહ નોંધિયા , કોટઙિયા મહ કઢ્ઢ,
વિનવતાહી વાંભયા, દરયાપીર તત દ્રઢ્ઢ ,....4
ભિઙ પઙે માં ભારથી , અઙાભિઙ કવિ અઠ્ઠ,
કાનદાસ કિરત કહી, રીજ દરિયાપીર. રટ્ટ......5
રચી કવિતા રંગથી, મહિમા મહિ મહઠ્ઠ,
ગોદઙ મહેઙુ ગર્વસુ, દુહા તિનસો સઠ્ઠ, ...,....6
લાગીદાસ નર લાધિયો,હરિભાવ કર હથ્થ,
સતસ્મરણ કર સરજ્યો,ગહન રામરસ ગ્રંથ્થ....7
પરાક્રમ સૂર પુત્રના , રચ્યા કાવ્ય રમમાણ,
અોખાહરણ કહ્યો અતિ,લાગીદાસ રસ લાણ,....8
અેકાદસી વ્રત ઊક્તિ ,રાજ સગણ જસ રંગ,
લાંગીદાસ અેતા લખ્યા,અતિ ગહન ઊમંગ......9
સંગ્રામે કર સોંપિયો , ફરણ હય ફુલમાળ,
બીર્દ લાંગીદાસ બરણ,જાઙેજા જસમાળ,.....10
જસવંત મહેઙુ જબર ,વ્રત અજાચી વિર,
વાઘેર જામે વેઙિયા, સોંપ્યો નિજ શરીર ,.......11
રણભેરી બાજી રહ્યા, ઘાવ નગારે ઘોર,
જસો મહેઙુ તવ જપ્યો,તહાં પવાઙો તોર,........12
પુતર માંઙણ રો પ્રબળ, ગહન કવિ ગંભિર,
રચી અભેસિંહ રજરી, હસ્તિ છઙી કટિહિર,, ......13
જાણી વ્રૃતિ રાજ જસ,પાઠ પઠણ હર પંથ,
લાગીદાસે તત લખ્યો,હરિ સ્મરણ હર હથ્થ ........14
છંદ નિશાણી છપયો,બાબી જેઠવા બથ્થ,
લાગીદાસ જુધે લખ્યો, ગણ બાબીરો ગ્રથ્થ.........15
રામવાણી રસણાં રચી, રામદાન કવ રાણ,
છંદા દુહા થી છજ્યા, રસ કવિત રસલ્હાણ,.......16
રતનાકર જેસો રચ્યો ,ભક્તવત્સલ ગ્રંથ ભાણ,
મુક્ત કવિ યું મહકતો , પારસ સિધ્ધ પ્રમાણ .....17
સત્ય વાત નિતિ સભર, કરે ભક્તિ કલ્યાણ,
મુક્ત કહ્યો નિજ મુખથી,દેવ કવિ દહેવાણ ........18
ઙુગરસિંહ વટ ઙિણસી, થળા જાગિરે થઙ્ઙ,
છતરશાલ ઝાલા છવ્યો,દેગામ થાપ્યો દ્રઢ્ઢ ,........19
મહેઙુ કવિજન મોજથી, રટ્યા ગ્રંથ નવ રંગ,
જગદંબા તું જેતબાઈ , ગઢવી આંગણ ગંગ.......20
સામરખા ગામે સબળ ,કાનદાસ જસ કુળ,
મુરાદ સમ ચેલો મળ્યો, મહેઙુ ચારણ મુળ........21
રુપ ધરી રણચંઙિકા , બેઠી ગાઙે બાઈ ,
ચોવીસી દઈ ચંઙિકા , જેતી લાખા જાઈ,............22
આ ધરતિની ઉપરે , કૈક રતન કવરાજ ,
કાનદાસ આ કળયુગે ,લેખી ભક્તિ લાજ,..,.......23
રાજ દરબારે રખિયુ, રુઙી ચારણ રીત,
લાંગીદાસ વ્રજમાલ લે,કહાન મહેઙુ ક્રિત..........24
સુજસ મહેઙુ સાંભર્યો,રાજ સમારંભ રંગ,
કવિ "દાન " કિર્તિ કહી,સત્ય કવિતા સંગ,........25
*डोलरदान भगुभाई रोहड़िया*
*धुनागाम, ता. पडधरी, जिला- राजकोट.*
0 comments:
Post a Comment